That will be Stumps on Day 2 #TeamIndia 493/6, lead by 343 runs.
What a day this has been for our team.
Scorecard - https://t.co/0aAwHDwHed #INDvBAN pic.twitter.com/GESdQcy7hh
— BCCI (@BCCI) November 15, 2019
મયંક અગ્રવાલે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. આ મયંકના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી છે. મયંક અગ્રવાલે ગયા મહિને વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 215 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગમાં માત્ર 150 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. બીજા દિવસની રમતમાં જાયેદે તરખાટ મચાવતા ચેતેશ્વર પુજારા 54 રને અને કેપ્ટન કોહલીને શૂન્ય રને પેવેલિયન મોકલી દીધા હતા.
આ પહેલા ભારતીય બેટ્સમેન રોહિત શર્માને અબુ જાયેદે લિટન દાસના હાથમાં 6 રનના અંગત સ્કૉર પર ઝીલાવી દીધો હતો.
આ અગાઉ બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ 150 રનમાં સમેટાઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહિમે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન મોમિનુલ હકે 37, લિટન દાસે 21 અને મોહમ્મદ મિથુને 13 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી મોહમ્મદ શમ્મીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી.