IND vs ENG પ્રથમ વન ડેઃ ભારતની 8 વિકેટે જીત, રોહિત અને કુલદીપ બન્યા હીરો
પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીવ યાદવે શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા 10 ઓવરમાં માત્ર 25 રન આપી 6 વિકેટ ઝડપી. આ યાદવ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિંઘમઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ગુરુવારે પોતાના ઘરમાં જ કુલદીપ યાદવ (6 વિકેટ) રોહિત શર્મા (અણનમ 137) અને કેપ્ટન વિરાટ કોહલી (75 રન)ની ત્રીપુટી સામે ફેલ રહી હતી. આ ત્રીપુટીએ ઇંગ્લેન્ડને ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમવામાં આવેલ પ્રથમ વનડેમાં આટ વિકેટે હાર આપી હતી. તેની સાથે જ ભારતે ત્રણ વનડેની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
જોકે યાદવે આવતાની સાથે જ ઈંગ્લેન્ડના બેટ્સમેનો પર સકંજો કસી લીધો હતો. તેણે 11મી ઓવરના બીજા બોલે સેટ બેટ્સમેન જેસન રૉયને આઉટ કરી ઓપનિંગ જોડી તોડી હતી. ઈનિંગની 13મી ઓવરમાં કુલદીપ ફરીવાર ત્રાટક્યો હતો અને આ વખતે તેણે જો રૂટ (3) અને જોની બેરસ્ટોને પાંચ બોલના ગાળામાં જ આઉટ કરી દીધા હતા. આ રીતે તેણે ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી.
ચોથી વિકેટની ભાગીદારીમાં ઈંગ્લેન્ડના બટલર અને સ્ટોક્સે 92 રન જોડ્યા હતા. કુલદીપ યાદવની સ્પીન બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ લાચાર જોવા મળી હતી. ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 268 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. વન ડેમાં 6 વિકેટ લેનારો કુલદીપ ભારતનો ચોથો બોલર બની ગયો છે.
જવાબમાં ભારતે 40.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 14 જુલાઈના રોજ રમાશે. રોહિત શર્માએ 114 બોલમાં 15 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 137 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 82 બોલમાં 7 ફોર સાથે 75 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે સૌથી વધારે 53 રન બનાવ્યા હતા.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ આપી હતી. ઇંગ્લેન્ડની શરૂઆત સાનદાર રહી હતી, ઓપનર જેસન રૉય (38) અને જૉની બેરસ્ટો (38)એ આક્રમક શરૂઆત કરી હતી અને ટીમ 10 ઓવરમાં વિના વિકેટે 70 રન બનાવી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -