નૉટિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈગ્લેંડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝનો પ્રથમ મુકાબલો નોટિંઘમના ટ્રેંટ બ્રિજ મેદાન પર રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 49.5 ઓવરમાં 268 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત માટે 269 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 53 રન જ્યારે બેન સ્ટોક્સે 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદિપ યાદવે તરખાટ મચાવતા 25 રન આપી કુલ 6 વિકેટ ઝડપી હતી. વનડે ઈન્ટરનેશનલમાં કુલદીપનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.


જેસન રોય 38 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે જો રૂટ માત્ર 3 રન અને મોર્ગન 19, બટલર 53 રને આઉટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે વનડે માટે કંઇ ખાસ ફેરફાર કર્યો નથી. મોટાભાગના ખેલાડીઓ જબરદસ્ત ફોર્મમાં છે. જેથી જોવાનું એ રહેશે કે આજે ઇંગ્લેન્ડ ટી-20 2-1થી થયેલી હારનો બદલો લેવા કોશિશ કરશે કે કેમ. આગામી વર્ષે અહીં ઇંગ્લેન્ડમાં જ વર્લ્ડકપ રમાવવાનો હોવાથી ટીમ ઇન્ડિયા માટે આ ખા ખાસ મોકો છે.

ટીમ ઈન્ડિયા જો ત્રણ વનડે મેચની સીરીઝમાં ઈગ્લેંડને 3-0થી હરાવે તો ICC રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર પહોંચી શકે છે. ભારતે હાલમાં જ આયરલેંડને બે મેચની ટી-20માં 2-0થી હાર આપી હતી. ત્યારબાદ ઈગ્લેંડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હાર આપી હતી.