ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, શાહબાઝ નદિમ અને ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. ઈશાતે બે બોલમાં બટલર અને આર્ચરની વિકેટ લીધી હતી. જ્યારે જો રૂટને શાહબાઝ નદીમે LBW આઉટ કર્યો હતો.
જો રૂટે શાનદાર બેટિંગ કરતા પોતાની 100મી ટેસ્ટમાં 218 રન બનાવી આઉટ થયો હતો. તેની ડબલ સેન્ચ્યુરીની મદદથી ઈંગ્લેન્ડ ખૂબજ મજબૂત સ્થિતિમાં છે. . રુટની આ પાંચમી બેવડી સદી છે. રૂટ સિક્સ ફટકારીને 200 રન પૂરા કરનાર ઇંગ્લેન્ડનો પહેલો ક્રિકેટર બન્યો.
આ પહેલા રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં ઓલી પોપ 34 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ 118 બોલમાં 82 રન પર શાહબાઝ નદીમની ઓવરમાં ચેતેશ્વર પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. રુટ અને સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી.
ટીમ ઈન્ડિયા :
શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ
ઈંગ્લેન્ડ :
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન