લોર્ડ્સમાં કારમી હાર બાદ ત્રીજી ટેસ્ટ માટે આ ત્રણ ખેલાડીઓ પર છે લટકતી તલવાર, જાણો કોણ-કોણ
જ્યારે ત્રીજો નંબર કેએલ રાહુલ, તેને 4 ઇનિંગમાં 35 રન બનાવ્યા છે. પહેલી ટેસ્ટમાં પૂજારાની જગ્યાએ રાહુલને સમાવવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો અને પહેલી ટેસ્ટમાં 17 રન બનાવી શક્યો હતો. બે ટેસ્ટની ચાર ઇનિંગમાં રાહુલે માત્ર 35 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજો નંબર મુરલી વિજયનો છે. મુરલીએ સતત બે ઇનિંગમાં શૂન્ય રન બનાવ્યા છે. મુરલી વિજયે પહેલી ટેસ્ટમાં 20 અને 6 રન બનાવ્યા જ્યારે બીજી ટેસ્ટમાં તેને બન્ને ઇનિંગમાં શૂન્ય રને આઉટ થઇ ગયો હતો.
આ લિસ્ટમાં પહેલુ નામ દિનેશ કાર્તિકનું છે. દિનેશ કાર્તિક 4 ઇનિંગમા માત્ર 21 રન જ બનાવી શક્યો છે. પહેલી ટેસ્ટમાં શૂન્ય અને 20 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ટેસ્ટમાં 1 અને 0 રન બનાવીને ખરાબ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ સીરીઝની બે મેચો રમાઇ ચૂકી છે. બન્નેમાં ભારતની કારમી હાર થઇ છે. બીજી લોર્ડ્સ ટેસ્ટમાં વરસાદના કારણે પ્રભાવિત થયેલી મેચમાં ભારતે ચોથા દિવસે ઇનિંગમાં જ 159 રને કારમી હાર હાંસલ કરી છે. હવે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ઇંગ્લેન્ડે 2-0થી લીડ બનાવી લીધી છે અને ભારત માટે સીરીઝ બચાવવી મુશ્કેલ થઇ ગઇ છે. હવે ત્રીજી ટેસ્ટ માટે ત્રણ ખેલાડીઓ પર લટકતી તલવાર છે. ઉલ્લેખનીય છે કે, હવે સીરીઝની ત્રીજી ટેસ્ટ 18 ઓગસ્ટે નોટિંઘમના ટેન્ટબ્રિઝમાં રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -