નિરાશ થયેલો વિરાટ આજે ટીમમાં કરી શકે છે આ 3 ફેરફારો, કોનુ પત્તુ કપાશે, જાણો વિગતે
બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાને પહેલી ટેસ્ટ રમવાનો મોકો મળી શકે છે, કેમકે રવિચન્દ્રન અશ્વિને બુધવારે નેટ પર બૉલિંગ નથી કરી, તેમની મૂવમેન્ટમાં પણ સમસ્યા દેખાઇ રહી છે. સુત્રો અનુસાર અશ્વિનને થાપાના ભાગે સ્નાયુઓ જકડાઇ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી અઠવાડિયે યુઇએમાં યોજાનારા એશિયા કપને જોતા ટીમ મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહનેપણ આરામ આપી શકે છે. બુમરાહની જગ્યાએ અંતિમ ટેસ્ટમાં ઉમેદ યાદવ વાપસી કરી શકે છે.
આજની અંતિમ ટેસ્ટમાં મુરલી વિજયના સ્થાને કેપ્ટન કોહલી પૃથ્વી શોને સમાવવાની વિચારણા કરી શકે છે, કેમકે છેલ્લા કેટલાક સમયથી મુરલી વિજય ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.
બીજીબાજુ ઇંગ્લેન્ડ પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની વિદાય ટેસ્ટમાં જીત મેળવવાના ઇરાદેથી ઉતરશે. જોકે, હવે આ ટેસ્ટ માત્ર ઔપચારિક જ બની ગઇ છે. તેમ છતાં કેપ્ટન વિરાટ કેટલાક ફેરફારો કરી શકે છે.
નવી દિલ્હીઃ એકવાર ફરી સીરીઝ ગુમાવવાથી નિરાશ થયેલી ટીમ ઇન્ડિયા આજે લંડનના ઓવલ મેદાનમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવા ઉતરશે, ભારતીય ટીમ આ ટેસ્ટમાં જીત મેળવીને 2-3થી બરાબરી કરવાના લક્ષ્ય સાથે કેટલાક ફેરફારો કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -