ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ 61 બોલમાં 97 રન બનાવ્યા હતા. આ સાથે રોહિતે પોતાના ટી-20 મેચમાં 15મી અડધી સદી બનાવી હતી. જ્યારે શિખર ધવને 45 બોલમાં 74 રનની ઈનિંગ રમી હતી.
આયરલેન્ડનો પ્રવાસ ઇગ્લેન્ડ પ્રવાસ અગાઉ તૈયારીઓ કરવા માટે ટીમ ઇન્ડિયા માટે સારી તક છે. આયરલેન્ડ બાદ ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડમાં ત્રણ ટી-20 મેચ ત્રણ વન-ડે અને પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ રમવાની છે. ઇન્ડિયા પાસે રોહિત, શિખર ધવન, લોકેશ રાહુલ જેવા બેટ્સમેન છે. રાહુલ અને દિનેશ કાર્તિકને આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી.