નવી દિલ્હી: ભાજપે રોબર્ટ વાડ્રાને લઇને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગે પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને ટેક્સની નોટિસ મોકલાવી છે. જેના પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. સંબિત પાત્રાએ કહ્યું રાહુલ ગાંધીજીને સવાલ પૂછવા માંગુ છું કે આટલા વર્ષો સુધી વાડ્રાએ આવા મામલે સંદિગ્ધ હતા તો યૂપીએ તેના પર ધ્યાન કેમ ના આપ્યું. જે ટેક્સ બાકી હતો તે આવક છૂપાવીને ટેક્સ ના ભરવું ગેરકાનૂની છે.
સંબિત પાત્રાએ કહ્યું કે “દેશના ભ્રષ્ટ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. તેમાં એક રોબર્ટ વાડ્રા અને બીજા વિજય માલ્યા છે. જેમની પાસે બેનામી સંપત્તી હતી તેના ઉપર ભૂકંપ આવી ગયો છે. રોબર્ટ વાડ્રાએ આજે ઈડીને 25 કરોડ રૂપિયા ટેક્સ ચુકવવાના છે. જે તેણે 2010 અને 2011માં છૂપાવ્યા હતા. રાહુલ ગાંધી અને ગાંધી પરિવારને ‘નામદાર બેનામી’ નામથી બોલાવવા જોઈએ. ઇનકમ ટેક્સ દ્વારા મોકલામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું છે કે 2010-11 માં રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે તેની ઇનકમ 37 લાખ હતી. જ્યારે અત્યારે એક વર્ષની આવક 43 કરોડની છે.
તે સિવાય બેન્કોને કરોડોનો ચુનો લગાવીને વિદેશ ફરાર થઈ જનાર વિજય માલ્યાને લઇને પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. સંબિત પાત્રાએ કહ્યું 2016માં લખવામાં આવેલો પત્રમાં માલ્યા લખે છે કે, બેન્ક ડિફોલ્ટે મને ‘પોસ્ટર બોય’ તરીકે ઉપયોગ કરે છે. તે પહેલા ખુશ હતા પરંતુ હવે દુખી છે કારણ કે કેન્દ્ર સરકાર ટેક્સ ન આપનાર લોકો પર કડક કાર્યવાહી કરી રહી છે.
4 ઓક્ટોબર 2011માં મનમોહનજીને લખેલા પત્રમાં પણા માલ્યાએ લખ્યું છે કે તેમના કહેવાથી તેમને પચાસ કરોડ અપાવ્યા હતા. તે સિવાય 2013માં તત્કાલીન નાણામંત્રી પી ચિદંબરમને પણ પત્ર લખ્યો હતો. આ પત્રમાં એનઓસી આપ્યા વગર લોન આપવાની વાત કરી છે. ભ્રષ્ટ લોકો સાથે કૉંગ્રેસ આ રીતે ટ્રીટ કરતી હતી જેનાથી તેઓએ મન ભરીને ટેક્સ ચોરી કરી.
સંબિત પાત્રાએ કહ્યું “રાહુલ ગાંધીએ આ સવાલોના જવાબ આપવા જોઈએ કે કૉંગ્રેસના શાસનમાં પોતે તેના પરિવારના લોકો અને તે સમયના મોટા ટેક્સ ડિફોલ્ટર્સને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી.”