મળો ભારતની ગ્લેમરસ મહિલા ક્રિકેટરને, મોડલ-એક્ટ્રેસ પણ લાગે ઝાંખી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાની કારકિર્દીની વાત કરીએ તો તેણે દિલ્હી તરફથી અંડર-19, અંડર-23 અને સીનિયર ક્લાસની ક્રિકેટ રમી ચૂકી છે. પ્રિયાએ દિલ્હીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલ જયપુરમાં રહે છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ત્રણ મેચની ટી-20 શ્રેણી બુધવારથી વેલિંગ્ટનમાં શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચમાં ભારતની 23 રને હાર થઈ હતી. આ મેચમાં રાજસ્તાનના ચુરુ જિલ્લાની રહેવાસી પ્રિયા પૂનિયાએ ડેબ્યૂ કર્યુ હતું. તે ઓપનિંગમાં રમવા ઉતરી હતી અને માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગઈ હીત. પ્રિયા ઘણી ગ્લેમરલ ક્રિકેટર છે. તેના લૂક સામે એક્ટ્રેસ પણ ઝાંખી પડે છે.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહીલના કોચ રાજકુમાર શર્મા પ્રિયાના પણ કોચ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રિયા પોતાની પ્રતિભા બતાવશે અને દેશ માટે શાનદાર પ્રદર્શન કરશે. ચુરુના જનાઉ ખારી ગામની પ્રિયાની ગત વર્ષે જ ભારતીય મહિલા ટી-20માં પસંદગી થઈ હતી. પ્રિયાના પિતા સુરેન્દ્ર પૂનિયા જયપુરમાં ભારતીય સર્વેક્ષણ વિભાગમાં હેડ ક્લાર્ક છે.
પ્રિયા પહેલા બેડમિન્ટન રમતી હતી. જોકે આ પછી તેણે 9 વર્ષની ઉંમરમાં સુરાણા એકેડમીમાં ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. જયપુરમાં 6 મહિનાની ટ્રેનિંગ પછી પ્રિયાનો પરિવાર દિલ્હીમાં શિફ્ટ થયો હતો. ત્યાં પ્રિયા રાજકુમાર શર્માની એકેડમીમાં પ્રેક્ટિસ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -