IND vs NZ: ચોથી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય, ન્યુઝીલેંડે ભારતને 19 રને હરાવ્યું
રાંચી: ચોથી વનડેમાં ન્યુઝીલેંડે ભારતને 19 રને હરાવ્યું છે. ન્યુઝીલેંડે આપેલા 262 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે 48.4 ઓવરમાં 241 રન બનાવી આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ચોથી વન-ડેમાં જીત મેળવી ન્યૂઝીલેન્ડે 5 મેચની શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અજિન્કિય રહાણેએ સૌથી વધારે 57 રન બનાવ્યા હતા. સીરિઝની પાંચમી અને નિર્ણાયક વન-ડે 29 ઓક્ટોબરના રોજ રમાશે. ભારત તરફથી રોહિત શર્મા ફરી ફ્લોપ સાબિત થતા 11 રને આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી 45 રને આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ 57 રને આઉટ થયો હતો, મહેન્દ્ર સિંહા ધોની પણ 11 રને આઉટ થયો હતો. તેના બાદ મનિષ પાંડે પણ 11 રને આઉટ થયો હતો. જાધવ પણ 0 રને આઉટ થયો હતો. ત્યારબાદ પાંડે પણ 9 રને આઉટ થયો હતો. અમિત મિશ્રા 15 રને આઉટ થયો હતો. અક્ષર પટેલ પણ 38 રને આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સામેની ચોથી વન-ડેમાં ન્યૂઝિલેન્ડે માર્ટિન ગુપ્ટિલના 72 અને કેન વિલિયમસનના 41 રનની મદદથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 260 રન બનાવ્યા હતા. જેથી ટીમ ઈંડિયાને જીતવા ન્યુઝીલેંડે 261 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી અમિત મિશ્રાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, કુલકર્ણી, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી.
ન્યુઝીલેંડ તરફથી માર્ટીન ગુપ્ટીલ 72 અને લાથમ 39 રને આઉટ થયા હતા. ટોમ લાથમને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. ત્યારબાદ નિશામ 6 રને મિશ્રાનો શિકાર બન્યો. વિલિયમસન 41 રન બનાવી કેચ આઉટ થયો હતો. રોસ ટ્રેલર પણ 34 રને આઉટ થયો હતો. ત્યારબાદ વિલિયમસન 41 રન બનાવી કેચ આઉટ થયો હતો.
આ અગાઉ ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં એક અને ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. બુમરાહના સ્થાને ધવલ કુલકર્ણીનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં ડેવિચ, ઇશ સોઢી પાછા ફર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -