હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. ભારતે ન્યૂઝીલેન્ડનો ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશ કર્યો હોવા વન ડે શ્રેણી જીતવા પણ ભારતની ટીમ ફેવરિટ છે. પાંચમી ટી-20 દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવી ઓપનિંગ જોડી કરશે શરૂઆત

ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકીની પ્રથમ વન ડે 5 ફેબ્રુઆરીના રોજ સેડન પાર્ક-હેમિલ્ટન ખાતે રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 7.30 કલાકે મેચ શરૂ થશે. ભારતના બંને મુખ્ય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન ઘાયલ હોવાથી સીરિઝમાંથી બહાર છે. તેના સ્થાને ટીમ ઈન્ડિયાના નવા યુવા ઓપનરોને અજમાવશે.


રાહુલ મિડલ ઓર્ડરમાં કરશે બેટિંગ

કેપ્ટન વિરાટ કોહલીએ આજે કહ્યું કે, પૃથ્વી શો ઓપનિંગ કરશે. તેની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવી શકે છે. કોહલી લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવા માંગતો હોવાનું આજે તેણે સ્પષ્ટ કર્યું હતું.


પંતને સ્થાન નહીં?

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝ દરમિયાન ભારતીય વિકેટકિપર રિષભ પંત ઘાયલ થયો હતો. જે બાદ સમગ્ર સીરિઝમાં લોકેશ રાહુલે વિકેટકિપિંગ કર્યુ હતું. આ પછી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં પણ રાહુલે વિકેટકિપર બેટ્સમેન તરીકે શાનદાર દેખાવ કર્યો હતો. જેના કારણે વન ડે શ્રેણીમાં પણ તેની પાસે વિકેટકિપિંગ કરાવવામાં આવી શકે છે. પ્રથમ વન ડેમાં પણ પંતને ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા આ ખેલાડીને ટેસ્ટ ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત