આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20, કેટલા વાગે ને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ડગ બ્રેસવેલ, માર્ટિન ગપ્ટિલ, સ્કૉટ કગલેન, ડેરિન મિશેલ, કૉલિન મુનરો, ઇશ સોઢી, રૉસ ટેલર, ટિમ સાઉથી, બ્લેયર ટિકનર, લૉકી ફર્ગ્યૂસન, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર અને ટિમ સીફર્ટ (વિકેટકીપર).
આવતીકાલથી (6 ફેબ્રુઆરીથી) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12.30 વાગે શરૂ થશે.
પ્રથમ ટી20નું ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માગતા હોય તો તમે Hotstar પરથી જોઇ શકો છો.
વેલિંગ્ટનઃ વનડે સીરીઝમાં 4-1થી જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ જીતવા આવતીકાલથી મેદાને ઉતરશે. એકબાજુ ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે તો બીજીબાજુ ન્યૂઝીલેન્ડની ટીમમાં કેન વિલિયમ્સને વાપસી કરીને કમાન સંભાળી છે. ટીમ ઇન્ડિયામાં ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની ટી20માં મેદાન પર જોવા મળશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાશે. હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર જઇ શકો છો.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, મોહમ્મદ શમી, શુભમન ગિલ, કૃણાલ પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમાર.