નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે અંતિમ અને ત્રીજી વન  ડેમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવીને ત્રણ મેચની સીરિઝમાં ભારતનો વ્હાઇટ વોશ કર્યો હતો. 31 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ વખતે ત્રણ કે તેથી વધુ મેચની દ્વીપક્ષીય સીરિઝમાં ક્લીન સ્વીપ થયો હતો. આ પહેલા 1989માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો 0-5થી વ્હાઇટ વોશ થયો હતો. ફાસ્ટ બોલર્સ માટે મદદગાર માનવામાં આવતી ન્યૂઝીલેન્ડની પીચો પર ભારતના વ્હાઇટ વોશમાં ફાસ્ટ બોલર્સનું નબળું પ્રદર્શન જવાબદાર હતું.


વ્હાઈટવોશ બાદ કોહલીએ શું કહ્યું

ત્રીજી વન ડે બાદ  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, વનડે સીરીઝમાં જે રીતે અમારા બેટ્સમેનોએ ખરાબ પરિસ્થિતિમાં પણ કમબેક કર્યું તે અમારા માટે સારું રહ્યં છે. જોકે અમે જે રીતે બોલિંગ અને ફિલ્ડિંગ કરી તે મેચ જીતવા માટે પુરતું ન હતું. વનડે સીરીઝમાં અમે જેવું પ્રદર્શન કર્યું તેનાથી જીત તો મળે એમ ન જ હતી. આમ તો અમે વધારે ખરાબ પણ નથી રમ્યા, પરંતુ અમે જે તકો મળી તેનો લાભ લેવામાં સફળ ન રહ્યા.

ભારતીય બોલર્સે કેટલી એવરેજથી આપ્યા રન

ભારતીય બોલર્સે વન ડે સીરિઝ દરમિયાન 114.60ની સરેરાશથી રન આપ્યા હતા. જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ  શમી, નવદીપ સૈનીએ મળીને વન ડે સીરિઝમાં   85.2 ઓવર ફેંકી હતી માત્ર 5 વિકેટ જ લીધી હતી. શાર્દુલને 4 અને શમીને  1 સફળતા મળી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની વિકેટ ઝડપી શકયા નહોતા.  જેની સામે ન્યૂઝીલેન્ડના પેસર્સે મળીને 18 વિકેટ લીધી હતી અને તેમની એવરેજ પણ 41ની રહી હતી.

બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટ