INDvNZ: ટીમ ઈન્ડિયાની જીતમાં આ 5 ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત
વિરાટ કોહલીઃ કેપ્ટન કોહલીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 94 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદથી 60 રનની ઈનિંગ રમી. આ પહેલાની બંને મેચમાં તે અડધી સદીથી ચુકી ગયો હતો. બીજી વિકેટ માટે રોહિત શર્મા સાથે 113 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાની જીતનો પાયો નાંખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોહમ્મદ શમીઃ ટેસ્ટ બાદ વન ડેમાં મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આજની મેચમાં તેણે 41 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ વન ડેમાં પણ તેણે શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ લીધી હતી. જે માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. ત્રણ મેચમાં બે વખત શમી મેન ઓફ ધ મેચ બન્યો છે.
રોહિત શર્માઃ રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. શિખર ધવન આઉટ થયા બાદ રોહિતે કેપ્ટન કોહલી સાથે મળીને ભારતીય ઈનિંગ આગળ વધારી હતી. બંનેએ બીજી વિકેટ માટે 113 રનની ભાગદારી કરી હતી. રોહિત શર્માએ આ મેચમાં 77 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રનની ઈનિંગ રમી હતી. જે ભારતીય ટીમ તરફથી સર્વાધિક સ્કોર હતો.
ઓકલેન્ડઃ ટીમ ઈન્ડિયાએ સોમવારે માઉન્ટ મૉનગુનઈમાં રમાયેલી ત્રીજી વન ડે જીતીને સીરિઝ પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમે કિવી ટીમને 7 વિકેટથી હાર આપીને પાંચ મેચની વન ડે સીરિઝમાં 3-0ની લીડ લીધી છે. સીરિઝનો ચોથો મુકાબલો ગુરવારે હેમિલ્ટનમાં રમાશે. ટીમ ઈન્ડિયાની જીતમાં આ ખેલાડીઓનો મહત્વનો રોલ રહ્યો હતો.
હાર્દિક પંડ્યાઃ વિવાદ બાદ વાપસી કરી રહેલા હાર્દિક પંડ્યાએ ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બોલિંગની સાથે ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. હાર્દિકે 45 રન આપીને 2 વિકેટ લીધી હતી ઉપરાંત ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો શાનદાર કેચ પકડ્યો હતો. મેચ બાદ પત્રકાર પરિષદમાં કેપ્ટન કોહલીએ પણ હાર્દિક પંડ્યાની પ્રશંસા કરી હતી.
દિનેશ કાર્તિકઃ ધોનીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકે બેટિંગ અને વિકેટકિપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 38 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિકેટકિપિંગમાં ગપ્ટિલ, ટેલર, નિકોલસ અને સેન્ટરના શાનદાર કેચ પકડ્યા હતા.
આ ઉપરાંત અંબાતી રાયડૂ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમારે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં નોંધનીય યોગદાન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -