NZvIND: T20માં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી હારના આ રહ્યા કારણો, જાણો વિગત
ઓપનરોની નબળી શરૂઆતઃ 220 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમની નબળી શરૂઆત થઈ હતી. કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ઓવરમાં આઉટ થયો હતો. તે ટીમને મોટો લક્ષ્યાંક હાંસલ કરતી વખતે ધમાકેદાર શરૂઆત અપાવી શક્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિડલ ઓર્ડરનો ફ્લોપ શોઃ એક સમયે ભારતનો સ્કોર 51 રન પર 1 વિકેટ હતો તે 11મી ઓવરમાં 77 રનમાં 6 વિકેટ થઈ ગયો હતો. શિખર ધવન 29 રને આઉટ થયા બાદ રિષભ પંત, દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા ઝડપથી આઉટ થઈ ગયા હતા.
સ્પિનરો પડ્યા ભારેઃ એક સમયે ભારતના ગણના સ્પિનરોને સરળતાથી રમી શકે તેવા દેશમાં થતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી ભારતીય બેટ્સમેનો સ્પિનરોને સારી રીતે સામનો કરી શકતા નથી. મિશેલ સેન્ટરે એક જ ઓવરમાં રિષભ પંત અને વિજય શંકરને તંબુ ભેગા કરી દીધા હતા. જે બાદ ઈશ સોઢીએ દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાને એક જ ઓવરમાં આઉટ કરી દેતા ભારતનો મિડલ ઓર્ડર ભાંગી પડ્યો હતો.
ન્યૂઝિલેન્ડના બેટ્સમેનોને કાબુમાં ન રાખી શક્યાઃ ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટને બોલિંગ પસંદ કરી હતી. પરંતુ ભારતનો આ દાવ ઉંધો પડ્યો હતો. કિવી ટીમના ઓપનરોએ 8.1 ઓવરમાં જ પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. ન્યૂઝિલેન્ડના વિકેટકિપર ટીમ સેરફેટે 43 બોલમાં 7 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 84 રન બનાવ્યા હતા. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોલીન મુનરોએ 20 બોલમાં 34, કેન વિલિયમસને 22 બોલમાં 34, રોસ ટેલરે 14 બોલમાં 23 અને સ્કોટે 7 બોલમાં 20 રન ફટકાર્યા હતા. જેના કારણે યજમાન ટીમ 20 ઓવરમાં 219 રનનો તોતિંગ સ્કોર ખડકી શકી હતી. ન્યૂઝિલેન્ડના બેટ્સમેનોએ ભારતના તમામ બોલર્સની નિર્દયતાથી ધોલાઇ કરી હતી. કોઈ પણ બોલર્સ કિવી બેટ્સમેનો પર નિયંત્રણ મેળવી શક્યા નહોતા.
વેલિંગ્ટનઃ ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાનો 80 રને કારમો પરાજય થયો હતો. જે T20માં રનની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો પરાજય છે. આ પહેલા 2010માં ભારત બ્રિજટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે 49 રને હાર્યું હતું. આજની મેચમાં સરળ કેચ છોડવા સહિત કેટલીક બાબતો ભારતની હારનું મુખ્ય કારણ બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -