નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે. ભારત શરૂઆતની ચાર મેચ જીતીને શ્રેણીમાં 4-0થી આગળ છે અને આજની મેચ જીતીને ન્યૂઝીલેન્ડનો તેના ઘરઆંગણે વ્હાઇટ વોશ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. માઉંટ માઉંગાનુઈમાં મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 કલાકથી શરૂ થશે. યજમાન ટીમ આજની ટી-20 જીતીને આબરૂ બચાવવાની કોશિશ કરશે.


કોહલી ચાલુ રાખશે પ્રયોગ

ભારત જો સીરિઝ 5-0થી જીતશે તો પણ ટી-20 રેન્કિંગમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા બાદ પાંચમાં નંબર પર રહેશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખી પ્રયોગ કરશે. ચોથી ટી-20 મેચમાં સંજુ સેમસનને ઓપનિંગમાં અને શિવમ દુબેને આગળના ક્રમે બેટિંગમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પ્રભાવ પાડી શક્યા નહોતા.

પંતનું થઈ શકે છે કમબેક

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી બાદ રાહુલ બેવડી ભૂમિકા ભજવી રહ્યો છે. કોહલીએ ત્રણ મેચની સીરિઝમાં રાહુલ જ વિકેટકિપિંગ કરશે તેવા સંકેત આપ્યા છે, જેને જોતાં આજની મેચમાં તેને આરામ આપવામાં આવી શકે છે. રાહુલની જગ્યાએ પંતને મોકો મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં પ્રથમ વન ડેમાં ઘાયલ થયા બાદ પંત બહાર છે. તે સંપૂર્ણ ફિટ થઈ ચુક્યો છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવી શક્યો નથી.

ન્યૂઝીલેન્ડ પર જીતનું દબાણ

ફાસ્ટ બોલિંગમાં બુમરાહને આપવામાં આવી શકે છે, જ્યારે મોહમ્મદ શમી વાપસી કરી શકે છે. ન્યૂઝીલેન્ડે ત્રણ કે તેથી વધુ મેચની દ્વીપક્ષીય ટી-20 સીરિઝની તમામ મેચ કર્યારેય હાર્યુ નથી. 2005માં તેણે ઘરઆંગણે દ્વિપક્ષીય ટી-20 સીરિઝની તમામ મેચ ગુમાવી હતી, જયારે ફેબ્રુઆરી 2008માં ઈંગ્લેન્ડે તેને 2-0થી હાર આપી હતી. આ સ્થિતિમાં શરૂઆતની 4 મેચ હારીને શ્રેણી ગુમાવી ચુક્યુ હોવાથી ન્યૂઝીલેન્ડ પર જીતનું વિશેષ દબાણ રહેશે.

દિલ્હી ચૂંટણીઃ BJPનું આજે મહાજનસંપર્ક અભિયાન, શાહ-નડ્ડા કરશે ડોર-ટૂ-ડોર પ્રચાર