ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત આ કારણોસર મેચ અટકાવી પડી, કારણ જાણીને તમે પણ ચોંકી જશો...
રમત અટકાવ્યા પછી અમ્પાયર શોન હેગે કહ્યું હતું કે સુરજ સીધો બેટ્સમેનની આંખમાં આવતો હતો. જેથી અમે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મેચને અટકાવવાનો નિર્ણય કર્યો હતો. 14 વર્ષમાં પ્રથમ વખત જોઈ રહ્યો છું કે મેદાનમાં આવી ઘટના બની છે. સારી વાત એ છે કે અમારી પાસે 30 મિનિટ વધારાનો સમય હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધવન બેટિંગ કરતો હતો ત્યારે સુરજનો પ્રકાશ સીધો ધવનની આંખો ઉપર આવતો હતો. જેથી ધવનને બોલ દેખાતો ન હતો. સામાન્ય રીતે મેદાનમાં પિચ ઉત્તર-દક્ષિણ દિશામાં હોય છે જેના કારણે સુરજની રોશનની ફરિયાદ રહેતી નથી. જોકે આ મેદાનમાં પિચ પૂર્વથી પશ્ચિમ તરફ છે. આ કારણે રમત 30 મિનિટ અટકાવી પડી હતી. વધારે પ્રકાશના કારણે મેચ અટકાવી હોય તેવો ક્રિકેટ ઇતિહાસમાં કદાચ પ્રથમ બનાવ હશે.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સીરીઝના પ્રથમ વનડેમાં બુધવારે અજીવ ઘટના જોવા મળી હતી અને મેચ વધારે પડતો સૂર્યપ્રકાશ હોવાને કારણે રોકવો પડ્યો હતો. ભારતની ઇનિંગની 10મી ઓવર બાદ જ્યારે શિખર ધવન અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અમ્પાયરોએ મેચ રોકવાનો નિર્ણય કર્યો હતો. લોકી ફર્ગ્યુસન બોલિંગ કરી રહ્યા હતા ત્યારે જ ધવને વધારે પડતો સૂર્યપ્રકાશ હોવાથી મુશ્કેલી થતી હોવાની વાત કહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -