નવી દિલ્હી: બીજી વનડેમાં ન્યૂઝિલેન્ડે  ટીમ ઈન્ડિયા સામે 22 રનથી મેચ જીતી સીરિઝ પર કબજો કરી લીધો છે.  બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની ખરાબ બેટિંગના કારણે સતત બીજી વનડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સીરિઝની અંતિમ મેચ 11 ફેબ્રુઆરીએ માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 273 રન બનાવ્યા . તેના જવાબમાં ટીમ  ઈન્ડિયાએ 48.3 ઓવરમાં 251 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા 55 રન અને શ્રેયસ ઐયરે 52 રન બનાવ્યા હતા. જ્યારે નવદીપ સૈનીએ 45 રન બનાવ્યા હતા.  ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ, શાર્દુલ ઠાકુર 2 અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ  ઇન્ડિયાનો શરૂઆતમાં જ ધબકડો થયો હતો. 20.5 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર માત્ર 112 રન બનાવ્યા હતા.

આ પહેલા ઓકલેન્ડના ઈડન પાર્કમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો હતો.  હેમિલ્ટન ખાતેની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ 4 વિકેટે મેચ જીત્યું હતું.


ટી20 સિરીઝ 5-0થી જીત બાદ ટીમ ઈન્ડિયાને ત્રણ વનેડ મેચના પ્રથમ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ: વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કેદાર જાધવ,રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ ટીમ: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ, ટોમ બ્લેંડલ, રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ક ચેપમેન, કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ