Ranking: વિશ્વની નંબર-1 ટીમની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, જાણો ન્યૂઝીલેન્ડ કેટલા ક્રમ નીચે ગબડ્યું
જ્યારે વિતેલા સપ્તાહે સાઉથ આફ્રીકાથી 3-2થી સીરીઝ હારનાર પાકિસ્તાન 102 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 100 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતના હાથે અંતિમ વનડેમાં મળેલ હારથી ન્યૂઝીલેન્ડ ટીમ નીચે ઉતરીને ચોથા ક્રમે આવી ગઈ છે. ભારત સામે 4-1થી સીરીઝ હાર્યા બાદ આઈસીસી બનડે રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રીકા કરતાં પણ નીચે ઉતરી ગઈ છે. ન્યૂઝીલેન્ડના 111 પોઈન્ટ છે જ્યારે સાઉથ આફ્રિકાના આટલા જ પોઈન્ટ છે.જ્યારે ભારતીય ટીમને એક પોઈન્ટનો ફાયદો થયો છે અને તે ઇંગ્લેન્ડની નજીક પહોંચી ગઠઈ છે. ઇંગ્લેન્ડ 126 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે જ્યારે ભારત 122 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. સીરીઝ શરૂ થતા પહેલા ભારતના 121 પોઈન્ટ હતા જ્યારે ન્યૂઝીલેન્ડના 113 પોઈન્ટ હતા.
નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝીલેન્ડને પાંચ મેચની વનડે સીરીઝમાં 4-1થી હાર આપી હતી. સીરીઝના પાંચમાં અને અંતિમ મેચમાં બારતે મેજબાન ન્યૂઝીલેન્ડને વેલિંગ્ટનમાં 35 રને હાર આપી અને આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા વનડે રેન્કિંગમાં 2019 વર્લ્ડ કપ મેજબાન ઇંગ્લેન્ડની નજીક પહોંચી ગઈ છે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડ રેન્કિંગની નીચે ઉતરી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -