ટીમ ઈન્ડિયામાં સામેલ થવા હાર્દિક પંડ્યા 24 કલાકમાં ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે, જાણો વિગત
નિવેદનમાં આગળ કહેવાયું હતું કે, કોઈપણ ક્રિકેટ ખેલાડી પર લાગેલા બધાં પ્રકારના દુર્વ્યવહારના આરોપો સાંભળવા માટે બીસીસીઆઈને લોકપાલની જરૂર હોય છે, પરંતુ લોકપાલની નિયુક્તિ સર્વોચ્ચ અદાલતના નિર્દોશો દ્વારા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું હતું કે, સીઓએ અને બીસીસીઆઈના સંવિધાનના નિયમ 41(6)નો ઉપયોગ કરતાં હાર્દિક અને રાહુલને દુર્વ્યવહારના આરોપો માટે પ્રતિબંધિત કરી દેવાયા હતા.
આ બંને પરથી આ પ્રતિબંધ બીસીસીઆઈમાં લોકપાલની નિયુક્તિમાં મોડું થવાના કારણે હટાવાયો છે. આ સાથે જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, તેમના પર લાગેલા આરોપોની તપાસ બંધ કરી દેવામાં આવી નથી. તેમનો મામલો લોકપાલની નિયુક્તિ અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયને આધિન છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સીઓએ તથા બીસીસીઆઈ તરફથી ટીમ ઈન્ડિયાના આ બંને ખેલાડીઓને રાહત આપી હતી અને તપાસ પૂરી થવા પર તેમના પરથી પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યાને 24 કલાકની અંદર ન્યૂઝીલેન્ડ રવાના થવાનું છે જ્યારે લોકેશ રાહુલ ભારતમાં જ રણજી ટ્રોફી રમશે અને ઈન્ડિયા-એ ટીમનો ભાગ રહેશે. જે હાલમાં ઈંગ્લેન્ડ લાયન્સ વિરૂદ્ધ અનઔપચારિક વનટી સીરિઝ રમી રહી છે.
હવે જાણકારી મળી છે કે હાર્દિક પંડ્યા ટીમ સાથે ન્યૂઝીલેન્ડમાં જ જોડાશે. હાર્દિક ટીમ સાથે જોડાવવા માટે 24 કલાકમાં જ રવાના થશે. તે હાલની વન-ડે સિરીઝની બાકીની મેચો અને તેની બાદ રમાનાર ટી20 સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે અન્ય ખેલાડી લોકેશ રાહુલ પર પણ નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગુરવારે ‘ડબલ’ રાહત મળી હતી. ‘કૉફી વિથ કરણ’ વિવાદ બાદ પ્રતિબંધિત થયેલા આ ખેલાડી પર બીસીસીઆઈએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -