પોતાના ખેલાડીને 'કાળિયા' કહેવા પર ભડકેલા આફ્રિકાના કેપ્ટને સરફરાજ પર આપ્યુ આ મોટુ નિવેદન, જાણો વિગતે
સાઉથ આફ્રિકન કેપ્ટન ફાક ડુ પ્લેસિસે કહ્યું છે કે, તેમની ટીમે પાકિસ્તાનના કેપ્ટન સરફરાજને નસ્લીય-રંગભેદની ટિપ્પણી કરવાના મુદ્દે માફ કરી દીધો છે, પણ અમે આને સરળતાથી નહીં લઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીડિયોમાં, સરફરાજ કહી રહ્યો છે કે ‘અરે કાળિયા, તારી મા આજે ક્યાં બેઠી છે?’ જો આઇસીસી સરફરાજને આ નસ્લીય ટિપ્પણી કરવાનો દોષી માની લે છે તો તેના પર ઓછામાં ઓછી 4 ટેસ્ટ અને 8 વનડે મેચોનો પ્રતિબંધ લાગી શકે છે.
ઘટના એવી બની હતી કે, સાઉથ આફ્રિકા ઇનિંગની 37મી ઓવરમાં ત્રીજા બૉલ પર જ્યારે એન્ડિલ ફેહલુકવાયો સિંગલ લઇને દોડી રહ્યો હતો, તો સ્ટમ્પની પાછળ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે તેના પર નસ્લીય ટિપ્પણી કરી, જે માઇકમાં કેચઅપ થઇ ગઇ.
પ્લેસિસે ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન કહ્યું કે, અમે સરફરાજને રંગભેદની ટિપ્પણી કરવાના મામલે માફ કરી દીધો છે, કેમકે તેને માફી માગી છે. તેને પોતાના ખરાબ વર્તનનો સ્વીકાર્યો છે, હવે આ મામલો અમારા હાથમાં નથી. આ મામલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ -આઇસીસી જોશે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી બીજી વનડે દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સરફરાજે એન્ડિલ ફેહલુકવાયોને લઇને રંગભેદની ટિપ્પણી કરી હતી, આ ઘટના સ્ટમ્પ્સમાં લાગેલા માઇકમાં કેચઅપ થઇ ગઇ હતી. હવે આ ઘટના પર આફ્રિકાના કેપ્ટન ફાક ડુ પ્લેસિસનું રિએક્શન આવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -