ઇન્દોરઃ ટીમ ઈંડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈંડિયાએ 5 વિકેટે 557 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા 51 અને રવિંદ્ર જાડેજા 17 રને અણનમ રહ્યા હતા. અજિંક્ય રહાણે 188 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી 211 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલીએ કારકિર્દીની બીજી બેવડી સદી ફટકારી હતી. 7 મેચ પહેલા જ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ તેને 200 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તે 2 બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બની ગયો છે.

સીરિઝમાં 2-0થી જીત મેળવી ચૂકેલી ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 4 વિકેટના નુકશાને 496 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 211 રન બનાવીને આઉટ થયો હતો. હાલ રમતમાં રહાણે 185 અને રોહિત શર્મા 12 રને રમતમાં છે.

ન્યૂઝિલેન્ડ તરફથી ટ્રેટ બોલ્ટ, મિચેલ સેન્ટનર અને જીતેન પટેલે એક-એક વિકેટ ઝડપી છે. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ રમતા સદી ફટકારી હતી. વિરાટની 48 ટેસ્ટમાં 13મી સદી હતી.