INDvNZ: આવતીકાલે પાંચમી વન ડે, ધોનીનું થશે પુનરાગમન, જાણો વિગત
પાંચમી અને અંતિમ વન ડેમાં ધોનીને ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી બેટિંગ કોચ સંજય બાંગરે પુષ્ટિ કરી છે. બાંગરે કહ્યું કે, ધોની પૂરી રીતે ફિટ છે અને તે પાંચમી વન ડે રમશે. ધોની ટીમમાં આવવાથી મિડલ ઓર્ડરને મજબૂતી મળશે. જે કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં નબળી લાગી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીને ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડે મેચની સીરિઝમાં મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપની તૈયારીને ધ્યાનમાં રાખતા યુવા શુભમન ગિલને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાને પણ સ્થાન મળી શકે છે.
વેલિંગ્ટનઃ ભારત અને યજમાન ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલે પાંચમી અને અંતિમ વન ડે રમાશે. ટીમ ઈન્ડિયાના શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને સીરિઝ જીતી ચુક્યું છે. જ્યારે ચોથી વન ડેમાં માત્ર 92 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ત્રીજી અને ચોથી વન ડેમાં ધોની ઈજાગ્રસ્ત હોવાના કારણે રમ્યો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -