આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ બ્રૉડકાસ્ટિંગ, જાણો વિગતે
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, ટ્રેન્ટ બૉલ્ટ, ડગ બ્રેસવેલ, કોલિન ગ્રાન્ડહોમ, લૉકી ફર્ગ્યૂસન, માર્ટિન ગપ્ટિલ, મેટ હેનરી, ટૉમ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલસ, મિશેલ, સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાહેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, મોહમ્મદ શમી, વિજય શંકર, શુભમન ગિલ.
નવી દિલ્હીઃ આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે. અહીં ભારત ન્યૂઝીલેન્ડ સામે પાંચ વનડેની સીરીઝ બાદ ત્રણ ટી20 મેચો રમશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પર ફતેહ કરવા મેદાને ઉતરશે. અહીં મેચ ક્યારે, ક્યાંથી જોઇ શકાશે તેની માહિતી આપવામાં આવી છે.....
મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાશે. હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર જઇ શકો છો.
મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો તમે હૉટસ્ટાર પરથી જોઇ શકો છો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલની પહેલી વનડે મેચ સવારે 7.30 શરૂ થશે, મેચ સવારે 7.30 કલાકે ન્યૂઝીલેન્ડના નેપિયરના મેક્સલીન પાર્ક મેદાનમાં રમાશે.