નવી દિલ્હીઃ ભારતીય ટીમ સતત ત્રીજીવાર વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી છે. 2011, 2015 અને હવે 2019ના વર્લ્ડકપમાં ફાઇનલિસ્ટ થયેલી ટીમ ઇન્ડિયાનો નૉકઆઉટ મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આવતીકાલે બન્ને ટીમો વચ્ચેની ટક્કર ઇંગ્લેન્ડ અને વેલ્સ વર્લ્ડકપમાં પહેલીવાર જોવા મળશે


પહેલી સેમિ ફાઇનલ મેચ, 9 જુલાઇ, 2019ના દિવસે ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટરના એમાયરેટ્સ ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.



આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે શરુ થશે, ટૉસ બપોરે 2.30 વાગે થશે.


જો તમે મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માંગતા હોય તો Star Sports 1, Star Sports 1 HD પરથી જોઇ શકો છો, હિન્દી કૉમેન્ટ્રી માટે Star Sports 3 અને Star Sports 3 HD પર જઇ શકો છો.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ



ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, જિમી નીશામ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ઇશ સોઢી, લૂક ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ