ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માની ભારતીય જમીન પર સરેરાશ 98.22ની થઈ ગઈ છે. આ સાથે જ તેમે બ્રેડમેનની બરાબરી કરી લીધી છે. ટેસ્ટમાં 99.9ની સરેરાશ ધરાવતા બ્રેડમેનની ઘરઆંગણે સરેરાશ 98.22ની હતી. રોહિત શર્માએ ભારતમાં 10 ટેસ્ટમાં 98.22ની સરેરાશથી 884 રન બનાવ્યા છે.
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ રોહિત શર્મા ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી20માં સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. આ પહેલા સુરેશ રૈના, શિખર ધવન, કેએલ રાહુલ આ સિદ્ધી મેળવી ચુક્યા છે. રોહિત શર્માએ ટેસ્ટ ડેબ્યૂમાં પણ સદી ફટકારી હતી અને ટેસ્ટ ઓપનર તરીકે પણ સદી ફટકારી છે.
રોહિત શર્માએ રાહુલ દ્રવિડના એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી છે. ઘરેલુ ટેસ્ટમાં સતત 6 ઈનિંગમાં 50 કે તેથી વધુનો સ્કોર કરનારો બીજો ખેલાડી બની ગયો છે.