...શું દક્ષિણ આફ્રીકમાં સાચી પડશે વિરાટ કોહલીને લઈને જ્યોતિષીની આ ભવિષ્યવાણી?
બુંદેએ 2006થી ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું હતું. આ પછીથી ગાંગુલી, મુરલી કાર્તિક, એસ.શ્રીસંત, ઝહીર ખાન, ગૌતમ ગંભીર અને સુરેશ રૈના જેવા ક્રિકેટર તેની સલાહ લઇ ચૂક્યા છે. આઇસીસી મહિલા વર્લ્ડકપ પહેલ ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજે પણ તેની સલાહ લીધી હતી. આ વર્ષે રણજી ચેમ્પિયન બનેલા વિદર્ભના કેપ્ટન ફૈઝ ફઝલ પણ તેમની સલાહ લઇ ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાની ટૂર પર છે. આ વર્ષે ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટૂર પર પણ જશે. બુંદેએ જણાવ્યું હતું કે,’મારો મતલબ છે કે હવે ટીમને એટલા પણ ખરાબ પરિણામ નહીં મળે. કોહલીના ગ્રહોની સ્થિતિ મુજબ ભારતને ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે.’
નરેન્દ્રએ કહ્યું કે,’જ્યારે લોકો ધોનીની ટીકા કરતા હતાં ત્યારે મેં ભવિષ્યવાણી કરી હતી કે ધોની 2019ની વર્લ્ડકપ ટીમમાં હશે. છેલ્લા ચાર મહિનાથી તેના પ્રદર્શનથી લાગી રહ્યું છે કે ધોની રમશે.’ કોહલીને એવો કરાર મળવાનો છે. જેવો માર્ક મેસ્કરહાન્સે સચિન તેંડૂલકર સાથે કર્યો હતો. આ કરાર તેનાથી પણ મોટો થવાનો છે. કોહલીનો શુક્ર ગ્રહ ખૂબ જ મજબૂત છે. આથી તે વિદેશમાં સારૂ પ્રદર્શન કરશે.
નવી દિલ્હીઃ ક્રિકેટમાં જ્યોતિષની મદદથી પોતાની સચોટ ભવિષ્યવાણી માટે ચર્ચામાં રહેનાર નરેન્દ્ર બુંદે અનુસાર વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમને વિદેશી પ્રવાસમાં સફળતા મળશે. તેમણે સાથે જ કહ્યું કે, કોહલીને પણ ભારતીય રતમ ઈતિહાસનો સૌથી મોટો એન્ડોર્સમેન્ટ કરાર મળવાનો છે. નાગપુરના બુંદે આ પહેલા સચિન તેંડુલકરના ટેનિસ એલ્બો ઇજા બાદ વાપસી અને ભારત રત્ન મળવાની સાચી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે.
જ્યોતિષાચાર્ય નરેન્દ્રએ જણાવ્યું છે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા વિદેશી ધરતી પર જીત મેળવે તે સમય આવી ચૂક્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે વિરાટ ટૂંક સમયમાં જ એક મોટી એન્ડોર્સમેન્ટ ડીલ કરશે. જે ભારતીય રમતના ઇતિહાસમાં નોંધાશે.
જ્યારે લોકો વન ડેમાં ધોનીના સ્થાન પર સવાલ ઉઠાવી રહ્યા હતાં ત્યારે નરેન્દ્રએ થોડા મહિના પહેલા જ કહ્યું હતું કે 36 વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની ઇંગ્લેન્ડમાં 2019માં યોજાનાર વર્લ્ડકપમાં રમશે. આ ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરની ઈજા, ભારત રત્ન સન્માન, સૌરવ ગાંગુલીનું કમબેક તેમજ 2011 વર્લ્ડકપની પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -