જોકે, આ મેચમાં પણ બન્ને ટીમોને વરસાદનો ડર સતાવી રહ્યો છે. મોહાલીના આઇએસ બિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં પીચને રનોથી ભરપૂર બતાવવામાં આવી રહી છે, એટલ કે બેટ્સમેનોને મદદ કરી શકે છે. આ પીચ હંમેશા હાઇ સ્કૉરિંગ મેચને અંજામ આપે છે. જોકે, આજની પીચ બેટ્સમેનો અને બૉલરો બન્નેને મદદરૂપ થઇ શકે છે.
બીસીસીઆઇ પીચો અને મેદાનોના ચેરમેન રહી ચૂકેલા દલજીત સિંહ 1990માં સ્ટેડિયમના ક્યૂરેટર પણ રહ્યાં છે. તેમના અનુસાર અહીંની પીચ બૉલર ફ્રેન્ડલી હતી, પણ હવે આ બેટ્સમેનોને અનુકુળ થઇ ગઇ છે. ઓપનરમાં શિખર ધવનને સ્થાન મળે તેમ લાગતું નથી. ટી20માં ધવનનો સ્ટ્રાઇક રેટ ઓછો હોવાથી તેના સ્થાને રાહુલને સ્થાન મળી શકે છે.
આજની ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઈલેવનઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, નવદીપ સૈની
કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન