કેપટાઉન T 20: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવી 2-1થી જીતી સીરીઝ
સાઉથ આફ્રિની ધરતી પર એકજ પ્રવાસે સતત બાઈલેટરલ બે સીરીઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. તેના પહેલા ભારત ક્યારેય પણ આ ધરતી પર આવું કારનામું કરી શકી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત તરફથી શિખર ધવને સર્વાધિક 47 રન રૈનાએ 43 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા વતી ડાલાએ ત્રણ વિકેટ લીધી હતી.
કેપટાઉનઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં 7 રનોથી જીત મેળવી ત્રણ મેચોની સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ટોસ હાર્યા બાદ અને નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. તેની સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરનાર દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવી શક્યું હતું.
કેપ્ટન રોહિત શર્મા (11) રન, મનીષ પાંડે (13), અને ધોની (12), દિનેશ કાર્તિક (13) રન બનાવી આઉટ થયા હતા. ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાનો ટી-20 મેચમાં રેકોર્ડ સારો રહ્યો નથી. આફ્રિકા 8 મેચમાંથી માત્ર 3 મેચ જ જીતી શક્યુ છે. ભારતે અહીં ક્યારેય ટી-20 મેચ રમી નથી.
વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી.
ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચ 28 મેચથી જીતી લીધી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે બીજી મેચમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો.
ભારતીય ટીમ આ મુજબ છેઃ શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, મહેન્દ્ર ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ
- - - - - - - - - Advertisement - - - - - - - - -