નવી દિલ્હીઃભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ આવતીકાલે સાંજે સાત વાગ્યે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને જીતીને ભારત સીરિઝ પોતાના નામે કરવા માંગશે. ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી અને બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 14 ટી-20 મેચ રમાઇ ચૂકી છે જેમાંથી ભારતે 9 અને સાઉથ આફ્રિકાએ પાંચ મેચ જીતી છે. બંન્ને વચ્ચે બે મેચ રદ થઇ છે. ભારતમાં બંન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી ત્રણ મેચ રમાઇ ચૂકી છે જેમાં ભારતે એક અને સાઉથ આફ્રિકાએ બે મેચ જીતી છે.
2 ઓક્ટોબર 2015ના રોજ ધર્મશાળામાં રમાયેલી મેચ સાઉથ આફ્રિકાએ સાત વિકેટે જીતી હતી જ્યારે આ વર્ષે ઓક્ટોબરમાં કટકમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ છ વિકેટે જીતી હતી.
આવતીકાલે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ત્રીજી ટી-20, સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે ટીમ ઇન્ડિયા
abpasmita.in
Updated at:
21 Sep 2019 07:57 PM (IST)
ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી અને બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -