નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ T20 મેચ આવતીકાલે રમાશે. આ મેચમાં રોહિત શર્મા 8 રન બનાવવાની સાથે જ મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવી દેશે. જો રોહિત શર્મા આવતીકાલે 8 ર રન બનાવવામાં સફળ રહેશે તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બની જશે. બીજી ટી20માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 72 રન બનાવવાની સાથે જ રોહિત શર્માને પાછળ રાખી દીધી હતો.



મેચમાં મેચમાં 72 રન બનાવવાની સાથે જ કોહલીના નામે મોટો રેકોર્ડ નોંધાઈ ગયો હતો. હાલ કોહલી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સૌથી વધુ બનાવનારો વિશ્વનો પ્રથમ ખેલાડી છે. કોહલીએ ભારતના જ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. 72 રનની સાથે જ કોહલીના ટી20માં 2440 રન થઈ ગયા છે. 2434 રન સાથે રોહિત શર્મા બીજા નંબર પર છે.


2283 રન સાથે ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ ત્રીજા, 2263 રન સાથે પાકિસ્તાનનો શોએબ મલિક ચોથા અને ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડોન મેક્કુલમ 2140 રન સાથે પાંચમા નંબર પર છે.

ગુજરાત સહિત 18 રાજ્યોની આ 64 સીટ પર યોજાશે પેટા ચૂંટણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

 TDPના પૂર્વ સાંસદ શિવ પ્રસાદનું નિધન, વિવિધ વેશભૂષામાં આવતા હતા સંસદમાં