IND vs SA: વરસાદના કારણે પ્રથમ દિવસની રમત પૂર્ણ, રોહિત શર્મીની શ્રેણીમાં ત્રીજી સદી
abpasmita.in | 19 Oct 2019 03:21 PM (IST)
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતેરલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવી 224 રન બનાવી લીધાં છે.
રાંચી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતેરલી ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી 224 રન બનાવી લીધાં છે. વરસાદના કારણે પ્રથમ દિવસના અંતિમ સેશનમાં રમત બંધ રહી હતી. રોહિત શર્મા (117 રન) અને અજિંક્ય રહાણે (83 રન) રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ ભારતે શરૂઆતમાં જ 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા ને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયા હતા. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની છઠી સદી અને રહાણેએ 21મી ફિફટી મારી છે. રોહિત શર્માની આ સીરિઝમાં ત્રીજી સદી છે. રોહિતે આ પહેલા વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી. આ સાથે રોહિતે ટેસ્ટમાં 200રન પણ પૂરા કરી લીધા છે.