રાંચી: ભારતે પ્રથમ ઈનિંગ 497 રને ડિકલેર કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી. 8 રનના સ્કોર પર તેના બંને ઓપનરો પેવેલિયન પરત ફર્યા હતા.  ડીન એલ્ગર (0) અને ક્વિન્ટન ડી કોકે (4) રને આઉટ થયા હતા. જે બાદ થોડા જ સમયમાં ખરાબ રોશની કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી અને થોડા સમય બાદ બીજા દિવસની રમત પૂર્ણ થઈ ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું.  બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 9/2 હતો. કેપ્ટન ડુપ્લેસિસ 1 અને હમજા 0 રને રમતમાં હતા.


ભારતની પ્રથમ ઈનિંગ 497/9 ડિકલેર

 સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિંગ 9વિકેટના નુકસાન પર 497 રન બનાવી ડિકલેર કરી હતી. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ 115 રન ફટકાર્યા હતા. જાડેજાએ 51 અને ઉમેશ યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડેએ 4 અને રબાડાએ 3 વિકેટ ઝડપી હતી.

Innings Break!
That's it from the India innings as the Captain calls for a declaration.#TeamIndia 497/9d pic.twitter.com/Zva8hFaQaM


પ્રથમ ઇનિંગમાં રોહિત શર્મા બેવડી સદી (212) ફટકારી આઉટ થયો હતો. રોહિતના કેરિયરની ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી  છે. જ્યારે રહાણે પણ શાનદાર સદી  (115) બનાવી આઉટ થયો હતો.




ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતેરલી ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે ત્રણ વિકેટ ગુમાવી 224 રન બનાવ્યા હતા. વરસાદના કારણે પ્રથમ દિવસના અંતિમ સેશનમાં રમત બંધ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ભારતે શરૂઆતમાં જ 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા ને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયા હતા.


રોહિતે પોતાના ટેસ્ટ કરિયરની છઠી સદી અને રહાણેએ 21મી ફિફટી મારી છે. રોહિત શર્માની આ સીરિઝમાં ત્રીજી સદી છે. રોહિતે આ પહેલા વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી.  આ સાથે રોહિતે ટેસ્ટમાં 200રન પણ પૂરા કરી લીધા  છે.