રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ આફ્રિકાના ઘાતક બેટ્સમેન એઇડન મારક્રમ ઇજાના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટ પહેલા આફ્રિકાને પહેલા કેશવ મહારાજ બાદ મારક્રમના રૂપમાં બીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા કેશવ મહારાજ પણ ઇજના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે.
ઇજાનું કારણ આવ્યુ સામે.....
સાઉથ આફ્રિકાના ડૉક્ટરે આ વાતનો ખુલાસો કર્યો છે કે, ભારત સામેની બીજી ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં શૂન્ય રને આઉટ થવાના કારણે એઇડન મારક્રમ હતાશ થયો હતો. ગુસ્સામાં આવીને કોઇ એવી વસ્તુ પર હાથ માર્યો જેના કારણે તેના જમણા હાથે ઇજા થઇ હતી. ગંભીર ઇજાના કારણે હવે તે થોડાક દિવસો સુધી બેટિંગ નહીં કરી શકે.
નોંધનીય છે કે, ભારતીય ટીમે વિશાખાપટ્ટન ટેસ્ટ બાદ પુણે ટેસ્ટમાં પણ દક્ષિણ આફ્રિકાને જબરદસ્ત માત આપી ચૂક્યુ છે. ભારતની નજર હવે ત્રીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં વધુ પૉઇન્ટ મેળવવાની છે. વળી સામે દક્ષિણ આફ્રિકાને ત્રીજી ટેસ્ટ જીતીને આબરુ બચાવવાનો મોકો છે.