નવી દિલ્હી: ભારતીય ટીમનો ક્રિકેટર અજિંક્યે રહાણે પિતા બન્યો છે. અજિંક્યે રહાણેની પત્ની રાધિકાએ દિકરીને જન્મ આપ્યો છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટર હરભજનસિંહે ટ્વિટ કરી રહાણે પરિવારમાં નવા સભ્યના આગમનને લઈને તેના પરિવારને અભિનંદન આપ્યા હતા. હાલ અજિંક્ય રહાણે સાઉથ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં રમી રહ્યો છે. બીજી ઈનિંગમાં તે 27 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ જીતવા 395 રનનો લક્ષ્યાંક આપ્યો છે.



ક્રિકેટર અજિંક્યે રહાણેની પત્ની રાધિકાએ જુલાઇમાં પ્રેગ્નેન્સી ખબર શેર કરી હતી. આ કપલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં રાધિકા બેબી બંપ સાથે જોવા મળી હતી.



રહાણે અને રાધિકાએ ડિસેમ્બર 2014માં મુંબઈમાં પરંપરાગત મહારાષ્ટ્રિયન રીતે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે બાળપણથી જ પ્રેમ હતો. જોકે બંનેમાંથી કોઈએ પણ સોશિયલ મીડિયા પર તેમની પુત્રીના જન્મના સમાચાર જાહેર નથી કર્યા, પરંતુ હરભજનએ તેની પુષ્ટિ ટ્વિટર પર કરી છે.


હિટમેન રોહિત શર્માનો ધમાકો, ધનાધન છગ્ગા ફટકારીને તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે

સુરતમાં મોદીના માસ્ક પહેરીને યુવાઓ ગરબા રમ્યા, જુઓ વીડિયો