INDvsSA1st T20: સાઉથ આફ્રિકાએ ટૉસ જીત્યો, ભારતને બેટિંગ કરવા બોલાવી
જોહનિસબર્ગઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મેચોની સીરીઝની પહેલી મેચ ન્યૂ વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાવવા જઇ રહી છે. મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન જેપી ડ્યૂમિનીએ ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.
ટી-20 મેચમાં ભારતીય ટીમમાં સુરેશ રૈનાની વાપસી થઇ છે જ્યારે સાઉથ આફ્રિકા પણ કેટલાક ફેરફારો કર્યા છે, જેમાં ક્રિસ્ટિયાન જોન્કર, જુનિયર ડાલા અને હૈનરિક ક્લાસન છે. જોકે ક્લાસને ભારત સામે કોઇ વનડે સીરીઝમાં ડેબ્યુ કર્યું છે.
વળી, ફાક ડૂ પ્લેસીની ગેરહાજરીમાં જેપી ડ્યૂમિની ટી-20 સીરીઝમાં આગેવાની કરશે. ઉલ્લેખનીય છે કે ભારત સામે પહેલી વનડેમાં આ ઇજાગ્રસ્ત હતો.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજની પહેલી ટી-20 મેચ જૉહનિસબર્ગના વન્ડરર્સ ગ્રાઉન્ડમાં રમાશે, જે ભારતીય સમયાનુસાર સાંજે 6 વાગે શરૂ થશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજની પહેલી ટી-20 મેચ સાઉથ આફ્રિકાના જૉહનિસબર્ગમા વન્ડરર્સ ગ્રાઉન્ડમાં ભારતીય સમયાનુસાર સાંજે 6 વાગે શરૂ થશે. આજની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈના એક વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે. જોકે આજની મેચમાં એક જયદેવ ઉનડકટને પણ મોકો મળી શકે છે.