નાઈજેરીયા: આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત, 72થી વધુ ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2018 10:49 PM (IST)
1
બોર્નો: નાઈજીરીયામાં બોર્નોના એક બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત થયા છે. અને 72થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં 22ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
2
આ હુમલો શુક્રવારે સાંજે 8 વાગે નાઈજીરીયામાં બોર્નો રાજ્યના કોનડુગા સ્થિત માછલી બજારમાં થયો હતો. જ્યાં ત્રણ આત્મઘાતી હુમલાવરોએ ભારે ભીડવાળી જગ્યાએ પોતાની જાતને ઉડાવી દીધી હતી.
3
નાગરિક સંક્યુત કાર્યદળના સભ્ય બાબકૂરા કોલેએ જણાવ્યું કે, બે બોંબ હુમલાવરોએ તાશાન કિફી માછલી માર્કેટમાં હુમલો કર્યો હતો. તેમાં 22 લોકોના મોત થયા છે અને 72 લોકો ઘાય થયા છે. તેના ચાર મિનિટ બાદ ત્રીજા હુમલાવરે પણ હુમલો કર્યો હતો.