વિશાખાપટ્ટનમઃ ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે સિક્સરનો અનોખો રેકોર્ડ તેના નામે કરી લીધો છે. રોહિત શર્મા હવે ટેસ્ટ, વન ડે અને ટી20 ફોર્મેટમાં એક જ મેચમાં સૌથી વધારે સિક્સર મારનારો ખેલાડી બની ગયો છે.


રોહિત શર્માએ 2013માં રમાયેલી વન ડેમાં 16 સિક્સર મારી હતી. જે બાદ 2017માં શ્રીલંકા સામે ટી-20 મેચમાં 10 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં તેણે 13 સિક્સર ફટકારી છે. આ રીતે ભારત તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટની એક-એક મેચમાં સૌથી વધારે સિક્સર મારનારો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.



રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 176 બનાવ્યા હતા. જેમાં તેણે 23 ચોગ્ગા અને છ ગગનચૂંબી છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 127 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને સાત તોતિંગ છગ્ગા લગાવ્યા હતા. આ રીતે મેચમાં તેણે 13 સિક્સર ઠોકી હતી.



ભારત તરફથી એક ટેસ્ટમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ પૂર્વ ઓપનર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુના નામે હતો. તેણે 1994માં લખનઉમાં શ્રીલંકા સામે 8 છગ્ગા માર્યા હતા. જ્યારે રોહિતે 2019માં વિશાખાપટ્ટનમમાં 13 છગ્ગા લગાવ્યા હતા.


 IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............

સુરતમાં મોદીના માસ્ક પહેરીને યુવાઓ ગરબા રમ્યા, જુઓ વીડિયો

IND v SA: રોહિત શર્માએ ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં જ રચ્યો ઈતિહાસ, વિશ્વના તમામ ખેલાડીઓને રાખ્યા પાછળ

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે પ્રિયંકા ચોપડાએ લીધા ગરબા, જુઓ તસવીરો