નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ઓક્ટોબરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. પ્રથમ ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાશે. હાલ બંને દેશો વચ્ચે ટી 20 શ્રેણી રમાઈ રહી છે. આવતીકાલે ત્રીજી ટી20 રમાશે. ટી20 શ્રેણી બાદ ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થશે.



ટેસ્ટ સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન ફાફ ડુપ્લેસિસ હજુ સુધી ભારત નહીં પહોંચ્યો. શુક્રવારે તે ભારત આવવા રવાના થયો હતો પરંતુ ફ્લાઇટ ચુકી જવાના કારણે વિલંબથી ભારત પહોંચશે. આ અંગેની જાણકારી ખુદ ડુ પ્લેસિસે ટ્વિટ કરીને આપી હતી.


ફાફે તેના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતાં લખ્યું કે, આખરે ચાર કલાકના વિલંબ બાદ દુબઈ વિમાનમાં જઈ રહ્યો છું. આગામી ફ્લાઇટ 10 કલાકના વિલંબ બાદ છે.