નવી દિલ્હીઃ  વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ બાદ પ્રથમ વખત ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.  T-20 વર્લ્ડ કપને એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે ટીમ ઈન્ડિયા આજથી શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં યુવા ખેલાડીઓને અજમાવવા માટે તૈયાર છે.  ક્વિન્ટન ડી કૉકની આગેવાની હેઠળની ન્યૂ લૂક ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમમાં કેટલાક અનુભવી સુપરસ્ટાર્સ પણ સામેલ છે, જેની સામે ભારે સંભાળીને રમવું પડશે.

ભારત આજે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી પૈકીની પ્રથમ મેચ રમશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T-20 સીરિઝનો પ્રથમ મુકાબલો રવિવારે ધર્મશાળાના એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7.00 કલાકથી મેચ શરૂ થશે.


ઓપનિંગમાં રોહિત શર્મા અને શિખર ધવન આવશે. ત્રીજા ક્રમ પર કોહલી બેટિંગ કરશે. જ્યારે ચોથા નંબર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સારી બેટિંગ કરનારો શ્રેયસ અય્યર આવશે. પાંચમા નંબર પર રિષભ પંત બેટિંગમાં આવી શકે છે. છઠ્ઠા ક્રમે હાર્દિક પંડ્યા, સાતમા ક્રમે કૃણાણ પંડ્યા, આઠમા ક્રમે જાડેજા, નવમા ક્રમે વોશિંગ્ટન સુંદર, દસમા નંબર પર દીપક ચહર અને 11માં ક્રમે નવદીપ સૈની આવી શકે છે.

અમદાવાદઃ બિઝનેસમેન હોટલમાં પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો ને પત્નિ દિલ્લીથી ફ્લાઈટ પકડીને પહોંચી....

હવે આ બેંકમાં રૂપિયા જમા કરાવવા કે ઉપાડવા પર પણ આપવો પડશે ચાર્જ, આવતીકાલથી જ થશે અમલ

ગાંધીનગરના ફરાર સિરિયલ કિલરને ATSએ સરખેજથી ઝડપ્યો, જાણો વિગત