નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની ICICI બેંકે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકેના ઝીરો બેલેન્સ ખાતાધારકોએ 16 ઓક્ટોબરથી બેંકમાંથી કેશ વિડ્રોલ માટે 100 રૂપિયાથી લઈ 125 રૂપિયા ચાર્જ આપવો પડશે. ઉપરાંત જો ગ્રાહક બેંકની શાખામાં મશીન દ્વારા રૂપિયા જમા કરાવશે તો તેના માટે પણ ચાર્જ આપવો પડશે. ચાર્જથી બચવા બેંકે તેના ઝીરો બેલેન્સ ખાતાધારકોને એકાઉન્ટને બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં બદલવા અને બંધ કરી દેવા પણ વિનંતી કરી છે.


આઈસીઆઈસીઆઈ બેંકે તેના એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક નોટિસ બહાર પાડીને કહ્યું, અમે ગ્રાહકોને બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલ મોડમાં કરવા ઉત્સાહિત કરીએ છીએ. તેનાથી ડિજિટલ ઈન્ડિયા ઈનિશિએટિવને પ્રોત્સાહન મળશે. બેંકે મોબાઈલ બેંકિંગ કે ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા થનારા NEFT, RTGS તથા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગતા તમામ પ્રકારના ચાર્જને ખતમ કરી દીધા છે.

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ, એટીએમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલ સર્વિસ ચાર્જ સામેલ છે. સર્વિસ ચાર્જમાં ફેરફાર મામલે એસબીઆઈએ પોતાની વેબસાઈટ પર એક સર્ક્યુલર જાહેર કર્યું છે. ભારતીય સ્ટેટ બેંક 1 ઓક્ટોબરથી તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. અત્યાર સુધી SBIના એટીએમ કાર્ડ દ્વારા બીજી બેંકમાંથી પાંચ કરતા વધુ વખત નાણાં ઉપાડવા પર સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે હવે મહિનામાં ત્રણ કરતા વધારે વખત રોકડ જમા કરાવવા પર 50 રૂપિયા ફી ચૂકવવી પડશે જેમાં જીએસટી અલગથી લાગશે.

ગાંધીનગરના ફરાર સિરિયલ કિલરને ATSએ સરખેજથી ઝડપ્યો, જાણો વિગત

છોટાઉદેપુરમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ, જાણો માત્ર બે કલાકમાં કેટલો વરસાદ પડ્યો

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન તરીકે ગુજરાતના કયા દિગ્ગજ નેતાની કરી નિમણૂક, જાણો વિગત