તેનો જન્મ અને ઉછેલ દક્ષિણ આફ્રિકામાં થયો છે પરંતુ પરિવાર સંપૂર્ણ પણ દક્ષિણ ભારતીય છે. તેણે કહ્યું કે, અમારા મૂળિયા ચેન્નઈમાં છે. મારા પરિવારના લોકો હજુ પણ નાગાપટ્ટનમ (ચેન્નઈથી આશરે 300 કિલોમીટર દૂર) રહે છે. પેઢીઓથી અમે આફ્રિકામાં રહીએ છીએ પરંતુ ભારત સાથે અમારો લગાવ છે.
મારા માતા-પિતાને જ્યારે મારી પસંદગી અંગે ખબર પડી ત્યારે તેઓ ઘણા ખુશ થયા હતા. ભારત સામે મારા ટેસ્ટ ડેબ્યૂએ દિવસને ખાસ બનાવી દીધો છે. હું ડરબનમાં યોગ કરું છું અને હું નિયમિત રીતે મંદિરમાં જાઉ છું. મારા પરિવારમાં લોકો તમિલમાં વાત કરે છે. દુર્ભાગ્યવશ હું બોલી નથી શકતો પરંતુ ધીમે ધીમે શીખી રહ્યો છું.
શ્રીલંકાનો કુમાર સંગાકારા અને રંગના હેરાથ તેના પસંદગીના ક્રિકેટર છે. જ્યારે શાકિબ અલ હસન, મોઈન અલી અને બિશન સિંહ બેદીનો પણ પ્રશસંક છે.
સાઉથ આફ્રિકા સામે સદી ઠોકીને રોહિત શર્માએ ડોન બ્રેડમેનની કરી બરાબરી, તોડ્યા અનેક રેકોર્ડ