IND vs SA: ઇજાગ્રસ્ત કુલદીપ યાદવના સ્થાને નદીમનો ટીમ ઇન્ડિયામાં કરાયો સમાવેશ
abpasmita.in
Updated at:
18 Oct 2019 10:40 PM (IST)
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ શનિવારે રાંચીમાં રમાશે
NEXT
PREV
નવી દિલ્હીઃ આવતીકાલે શરૂ થનારી સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયામાં લેગ સ્પિનર શાહબાઝ નદીમનો સમાવેશ કરાયો છે. નદીમને કુલદીપ યાદવ ઇજાગ્રસ્ત થતાં ટીમમાં સામેલ કરાયો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ શનિવારે રાંચીમાં રમાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે અને શરૂઆતની બંન્ને ટેસ્ટ જીતીને સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે.
નદીમે અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી નથી. જો રાંચીમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં રમવાની તક મળશે તો તે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરશે. 30 વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર શાહબાઝ આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે. બિહારમાં જન્મેલા શાહબાઝ સ્થાનિક ક્રિકેટમાં ઝારખંડ માટે રમે છે. તેણે અત્યાર સુધીમાં 111 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 424 વિકેટ ઝડપી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -