નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં આજે દક્ષિણ આફ્રિકાની સામે મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત માટે આજથી શરૂ થઈ રહેલ આ અભિયાનમાં શરૂઆતની ત્રણ મેચ ખૂબ જ અગત્યની છે. આ મેચના પરિણામો જ કેટલીક હદ સુધી આ વર્લ્ડ કપમાં ભારતની આગળની સફર નક્કી કરશે. સાઉથ આફ્રિકા માટે હાલની ટીમમાં ભારતની વિરૂદ્ધ ટોપ પર્ફોમર બોલર ડેલ સ્ટેનને ઇજા પહોંચતા આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ચૂકયો છે. એવામાં ભારતને તેનો ફાયદો મળવાની આશા છે.