જાડેજાએ 4 ચોગ્ગાના મદદથી અડધી સદી ફટકારી. સદી ફટકાર્યા બાદ જાડેજાની ઉજવણીમાં ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ થયો અને ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરવા લાગ્યો. આપને જણાવી દઈએ કે ભારતીય બેટિંગ દરમિયાન જ્યારે જાડેજાએ તેની 13મી અડધી સદી પૂરી કરી તો ઉજવણી કરતા બેટને તલવારની સ્ટાઇલમાં ફેરવવાનું શરૂ કર્યું.
રવિન્દ્ર જાડેજાના આ જશ્નમાં કોહલી પણ સામેલ થતા ડ્રેસિંગ રૂમના દરવાજા પર આવ્યો અને જાડેજા તરફ મ્યાનમાંથી તલવાર કાઢવાનો ઇશારો કર્યો. ત્યાર બાદ ઘોડાની સવારી કરવા જેવું જશ્ન મનાવ્યું. કોહલીનો આ અંદાજ જોઈ જાડેજા પણ હસવા લાગ્યો. જો કે, બાદમાં તેણે બેટથી તલવારને મ્યાનમાં રાખવાનો ઈશારો કર્યો. આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ સતત બીજા ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા પૂણે ટેસ્ટમાં તેને 91 રનની ઇનિંગ રમી હતી.