ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરતાં પંડ્યાએ પોતાના જૂના દિવસ યાદ કર્યા છે. તેણે આ તસવીર સાથે લખ્યું, આ એ દિવસોની તસવીર છે જ્યારે હું સ્થાનિક મેચ રમવા માટે ટ્રકમાં મુસાફરી કરતો હતો. તેનાથી હં જીવનમાં ઘણું શીખ્યો છું. આ અત્યાર સુધીનો શાનદાર પ્રવાસ રહ્યો છે. કદાચ નરક જેવો, પરંતુ હું આ રમતને ખૂબ પ્રેમ કરું છું.
પંડ્યાએ આ કેપ્શનમાં લવ, પોઝિટિવિટી અને ડ્રીમકમટ્રૂ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. પંડ્યાની આ તસવીરે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે. આપને જણાવી દઈએ કે પંડ્યા હાલ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવા ટીમ ઇન્ડિયામાં સામેલ છે.