India vs South Africa: કોહલીએ ગાંગુલીને રાખ્યો પાછળ, હવે આ બાબતે માત્ર ધોની જ છે આગળ, જાણો વિગત
abpasmita.in | 10 Oct 2019 09:32 AM (IST)
વિરાટ કોહલી ભારત તરફથી 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો બીજો ક્રિકેટર બની ગયો છે. 49 ટેસ્ટ બાદ સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટનોમાં ઓસ્ટ્રેલિયાના સ્ટિવ વો (36) અને રિકી પોન્ટિંગ (34) જ આગળ છે.
નવી દિલ્હીઃ પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. મેચમાં ટૉસ માટે મેદાનમાં આવતા જ કોહલીના નામે એક રેકોર્ડ નોંધાઈ ગયો હતો. વિરાટ કોહલી ભારત તરફથી 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો બીજો ક્રિકેટર બની ગયો છે. વિરાટ પહેલા ધોની (60 ટેસ્ટ) જ તેનાથી વધારે ટેસ્ટમાં નેતૃત્વ કરી શક્યો છે. ગાંગુલીએ 49 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. કોહલીએ અત્યાર સુધીમાં 29 જીત મેળવી છે. જ્યારે ધોનીએ 60 મેચમાં 27, ગાંગુલીએ 49 મેચમાં 21 જીત મેળવી છે. 49 ટેસ્ટ બાદ સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટનોમાં ઓસ્ટ્રેલિયાના સ્ટિવ વો (36) અને રિકી પોન્ટિંગ (34) જ આગળ છે. અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે જોડિયા ભાઈઓના મોત, પરિવારમાં છવાયો માતમ