નવી દિલ્હી: ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને ઉપ કપ્તાન રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી 20 મેચ માટે તૈયાર છે. ટી20 સીરીઝની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થઈ રહી છે. તે દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ ટી20 મેચ રમશે. મેચની સાથે ચાહકોની નજર વિરાટ અને રોહિત શર્મા પર પણ રહેશે. જ્યાં આ બન્ને સ્ટાર બેટ્સમેન મોટો રેકોર્ડ પોતાના નામે કરશે.

ટી20 મેચમાં સૌથી વધુ રન બનાવવા મામલે રોહિત શર્મા હાલ ટોચ પર છે પરંતુ વિરાટ કોહલી તેનો રેકોર્ડ તોડી શકે છે. કોહલી રોહિત કરતા માત્ર 53 રનથી પાછળ છે.

રોહિતે 88 ઇનિંગ્સમાં કુલ 2422 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 65 ઇનિંગ્સમાં 2369 રન બનાવ્યા છે. રોહિત શર્મા આ સીરીઝ સાથે શાનદાર શરૂઆત કરવા માંગશે. જ્યારે કોહલી આ સીરીઝ દરમિયાન સારુ પ્રદર્શન કરશે તો રોહિતનો રેકોર્ડ તોડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ એકમાત્ર એવો રેકોર્ડ નથી કે જેને લઈને વિરાટ અને રોહિત વચ્ચે જંગ છે પરંતુ બન્ને ખેલાડી હાલ આ ફોર્મેટમાં સૌથી વધુ 50 થી વધુનો સ્કોર બનાવવા મામલે પણ એકબીજાની નજીક છે. રોહિત 17 અડધી સદી અને 4 સદી નોઁધાવી ચુક્યો છે જ્યારે કોહલી 21 અડધી સદી અને સદી એક પણ નોંધાવી શક્યો નથી.