Men’s Hockey WC Live updates: હોકી મેન્સ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ, ભારતે પહેલી મેચમાં સ્પેનને હરાવ્યું

FIH Hockey World Cup 2023: હોકી વર્લ્ડકપમાં કુલ 16 દેશો ભાગ લઈ રહ્યા છે. ભાગ લેનાર રાષ્ટ્રોને ચાર ટીમોના ચાર ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા છે

gujarati.abplive.com Last Updated: 13 Jan 2023 10:23 PM
હોકી વર્લ્ડ કપમાં ભારતે જીત સાથે કરી શરૂઆત

 ભારતના ઓડિશામાં હોકી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી. તો બીજી તરફ, ભારતે આ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું. ભારત માટે સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસે ગોલ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમ પૂલ-ડીમાં છે. ભારત અને સ્પેન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આ પૂલમાં છે.

આર્જેન્ટિનાએ 1-0થી જીત મેળવી

હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. તેની પ્રથમ મેચ આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં આર્જેન્ટિનાએ 1-0થી જીત મેળવી હતી. ભારતની પ્રથમ મેચ સ્પેન સામે છે. આ મેચ ઓડિશાના રાઉરકેલામાં રમાઈ રહી છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમ પાસે આ વખતે 48 વર્ષથી ચાલી રહેલા ખિતાબના દુકાળને ખતમ કરવાની તક છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 1975માં ખિતાબ કબજે કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાની સફર મુશ્કેલીઓથી ભરેલી હતી.

કઈ ટીવી ચેનલ હોકી વર્લ્ડકપની મેચોનું પ્રસારણ કરશે?

હોકી વર્લ્ડ કપની મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી સાથે મેચ જોઈ શકો છો.

હોકી વર્લ્ડકપ ક્યાં રમાશે?

હોકી વર્લ્ડકપની મેચ ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાશે.

બ્રેકગ્રાઉન્ડ

FIH Hockey World Cup 2023: મેન્સ હોકી વર્લ્ડકપની 15મી સીઝન આજથી એટલે 13 જાન્યુઆરીથી ઓડિશામાં શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાશે. રાઉરકેલામાં કુલ 20 મેચો રમાશે. જ્યારે કલિંગા સ્ટેડિયમ બાકીની 24 મેચોની યજમાની કરશે. ભારતને સ્પેન, ઈંગ્લેન્ડ અને વેલ્સ સાથે પૂલ ડીમાં રાખવામાં આવ્યું છે.


હોકી વર્લ્ડકપમાં કુલ 16 દેશો ભાગ લઈ રહ્યા છે. ભાગ લેનાર રાષ્ટ્રોને ચાર ટીમોના ચાર ગ્રુપ્સમાં વહેંચવામાં આવ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ જર્મની, દક્ષિણ કોરિયા અને જાપાન સાથે પુલ બીમાં છે. ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા પુલ Aમાં છે. પુલ-Cમાં નેધરલેન્ડની સાથે ન્યૂઝીલેન્ડ, મલેશિયા અને ચિલીની ટીમો છે.


1975 પછી ટાઈટલ જીતવા પર નજર છે


હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય પુરૂષ હોકી ટીમ બીજી વખત વર્લ્ડકપ ટ્રોફી ઉપાડવાનું લક્ષ્ય રાખશે. 1975માં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા ટાઇટલની  રાહ જોઈ રહી છે. ભારત 13 જાન્યુઆરીએ સ્પેન સામે હોકી વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. વિશ્વકપની છેલ્લી આવૃત્તિમાં ભારતીય પુરૂષ હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે 2-1થી હારીને બહાર થઈ ગઈ હતી.


કટકમાં હોકી વર્લ્ડ કપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ રમાશે.


હોકી વર્લ્ડકપ ક્યાં રમાશે?


હોકી વર્લ્ડકપની મેચ ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાશે.


કઈ ટીવી ચેનલ હોકી વર્લ્ડકપની મેચોનું પ્રસારણ કરશે?


હોકી વર્લ્ડ કપની મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. તમે સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી સાથે મેચ જોઈ શકો છો.


ફોન કે લેપટોપ પર લાઈવ મેચ કેવી રીતે જોવી?


ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ-સ્ટ્રીમિંગ ભારતમાં Hotstar (Disney+Hotstar) એપ પર જોઈ શકાય છે.


ગ્રુપ સ્ટેજમાં ભારતનું શેડ્યૂલ


13 જાન્યુઆરી સ્પેન સામે સાંજે 7:00 વાગ્યે


15 જાન્યુઆરી ઈંગ્લેન્ડ સામે સાંજે 7:00 વાગ્યે


જાન્યુઆરી 19 વેલ્સ સામે સાંજે 7:00 વાગ્યે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.