ભોપાલઃ મધ્યપ્રદેશ ક્રિકેટ સંગઠને ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી 7 જાન્યુઆરી, 2020ના રોજ રમાનારી T-20 ઈન્ટરનેશનલ મેચની ટિકિટોના ભાવ જાહેર કર્યા છે. બંને દેશો વચ્ચે રમાનારી ટી-20 સીરિઝની બીજી મેચ માટે સૌથી સસ્તી ટિકિટ ખરીદવા માટે દર્શકોએ 500 રૂપિયા ખર્ચવા પડશે.

એમપીસીએના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું, હોલકર સ્ટેડિયમમાં આયોજિત આ ટી-20 શ્રેણીના સાક્ષી બનવાની ઈચ્છા રાખતા દર્શકોએ વિવિધ શ્રેણીની ટિકિટો માટે 500થી લઈ 4,920 રૂપિયા ખર્ચવા પડશે. આ સ્ટેડિયમની ક્ષમતા આશરે 27,000 દર્શકોની છે. ટિકિટનું ઓનલાઈન બુકિંગ બુધવારે સવારે 6.00 કલાકથી શરૂ થશે.

શ્રીલંકા સામે રમાનારી ટી-20 શ્રેણી માટે ગઈકાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે શિખર ધવન અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે.


ભારત-શ્રીલંકા T-20 સીરિઝનો કાર્યક્રમ

5 જાન્યુઆરી, પ્રથમ ટી-20, ગુવાહાટી

7 જાન્યુઆરી, બીજી ટી-20, ઈન્દોર

9 જાન્યુઆરી, ત્રીજી ટી-20, પુણે

CAA ને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- રાજ્યના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી કારણકે.....

 મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન